અમદાવાદમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ દર્દીઓને SVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વિદેશથી પર ફરી આવી રહેલા બન્નેનું મેડિકલ ચેકઅપ કરાતા કોરોના વાયરસના લક્ષણો દેખા દેતા તેઓને તાત્કાલિક સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા હતા.
જયપુરમાં ઈટાલીથી આવેલા જે લોકો ત્યાંની હોટલમાં રોકાયા હતા તે તમામ લોકોની વિગતો કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી અમદાવાદનો એક યુવક પણ તે સમયે ત્યાં રોકાયો હતો. આ અંગે તે લોકોની તપાસ કરતા શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા જેથી તેઓને અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેના નમૂના લેવામાં આવ્યા હતા અને બીજે મેડિકલમાં તેના વધુ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.