અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકતા હતા. હાલ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. રીલિફ રોડ પરના AC કોમ્પ્રેસરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, વીજળી ઘરથી રિલીફ રોડ બંધ કરી દેવાયો છે.આગ એટલી વિકરાળ છે કે એક પછી એક 11થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ એટલી વિકરાળ છેકે ફાયર વિભાગની 28થી વધારે ગાડીઓ આગને બુઝાવાની કામગીરીમાં લાગી છે. અંદાજે 70 જેટલો ફાયર સ્ટાફ આગને બુઝાવાની કામગીરીમાં લાગ્યો છે. એર કન્ડિશનર રીપેરીંગની દુકાનમાં ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થતા આગ વધુને વધુ વિકરાળ બની. તો આગની આ ઘટનામાં 15થી વધુ બાઇક અને એક્ટિવા પણ આગની ઝપેટમાં આવી ગયા છે.અમદાવાદના રિલિફ રોડ પર એર કન્ડિશનરના શોરૂમમાં આગ ફાટી નીકળી છે. રિલિફ રોડ પર આવેલા સર્વોદય કોમ્પ્લેકસમાં આગ લાગવાના મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને અંદાજે 13થી વધુ ફાયર ફાઇટર્સે યુદ્ધના ધોરણે આગને બુઝાવાની કામગીરી હાથ ધરી છે. ગેસના બાટલા ફાટ્યા હોવાની વાત બહાર આવી રહી છે. એસીની દુકાનમાં આગ લાગી છે. કોમ્પ્રેસર ભરતા આગ લાગી છે અને 25 જેટલા બાટલા ફાટ્યા છે. હજુ પણ અંદર અનેક બાટલા છેજોકે, આગ જે સ્થળે લાગી છે તે રિલીફ રોડ વિસ્તાર એટલો ગીચ છે કે ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આગ જે સ્થળે લાગી છે ત્યાં ફાયરની ગાડીઓ જઈ શકે તેમ નથી છતાં ફાયરના જવાનો બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ સૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતો. સાથે જ હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
