ગુજરાતમાં હાલ દાણચારી અને સામાન્ય ક્રાઇમ રેટમાં ઉત્તરોઉતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. તેમાં પણ કિંમતી ધાતુનાં ભાવમાં વધારો થતા છેશવારે દાણચારીનાં કિસ્સા સામે આવતા રહે છે, તેમાં પણ અમદાવાદ એરપોર્ટ આ કામ માટે ખુબ વગોવાયો હોય તેમ રોજને રાજ કોઇને કાઇે દાણચોરીનો કિસ્સો સામે આવે છે. જોકે, તંત્ર અને સુરક્ષા એજન્સીની ચુસ્ત નજરથી કોઇ બચી શકતું નથી તે પણ એક મહત્વની વાત છે. અને આજે મંગળવારે પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણ સાથે એક ઇસમને ઝડપવામાં આવ્યો છે. 1.39 કરોડની વિદેશી ચલણી નોટ સાથે એરપોર્ટથી એક ઇસમની ધરપકડ કરવામાં આવતા સોંપો પડી ગયો હતો. સામાન્ય દાણચોરીનાં કિસ્સામાં દાણચોરો દ્વારા વિદેશથી સોનું કે કિમતી ધાતુ જ લાવવામાં આવતી હોઇ છે. જ્યારે આ વખતે શખ્સને વિદેશી ચલણ સાથે ભારતમાં આવ