ચીન બાદ કોરોના હવે ભારતમાં પણ ધીમે-ધીમે પગપેસારો કરી રહ્યો છે. સૌ પ્રથમ કેરળમાં કોરોનાના ત્રણ કેસો સામે આવ્યા હતા. જે બાદ હવે દિલ્હી, હૈદરાબાદ, જયપુર જેવા શહેરોમાંથી પણ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. તેને ગંભીરતા દાખવી ગુજરાતમાં કોરોના વાયરસ ન ફેલાય તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ટ્વિટ કરી લોકોને હાથ મિલાવવાના બદલે હાથ જોડીને નમસ્તે કહેવા માટે અપીલ કરી છે
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરી કહ્યું કે,’આપણે કોરોના સામે લડવા માટે જ્યારે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ અસરકારક અને સરળ ઉપાય આ છે. #NoHandshake #SayNamaste ‘ આ મેસેજ પ્રસરાવીએ અને કોરોના વાઈરસને ભગાડીએ’