શહેરનાં તમામ પોલીસ સ્ટેશનમાં હવે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના ફોટો બાદ ભારતનાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં ફોટો લગાવવા માટેના આદેશ પોલીસ કમિશનર ઓફિસ તરફથી કરવામાં આવ્યાં છે. 14મી એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતિ અને 26મી જાન્યુઆરી 1950નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યાંને 70 વર્ષ પૂર્ણ થતા હોવાંતી ગૃહ વિભાગ તરફથી આ અંગેની સૂચના આપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી વિજય પટેલે એક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ સ્ટેશન, એસીપી અને ડીસીપી ઓફિસને જાણ કરવામાં આવી કે બહારના સંવિધાનનાં અમલીકરણને 71માં પ્રજાસતાક દિનને લઇ તમામ ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવાનો રહેશે. મહત્વનું છે કે મોટે ભાગે તમામ પોલીસ સ્ટેશનોમાં ગાંધીજીનાં ફોટો મુકવામાં આવતા હોય છે. ત્યારે આ ફોટોની સાફસફાઈ કે સાચવણી મોટાભાગનાં પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવતી નથી. જેથી હવે બાબા સાહેબ આંબેડકરનાં ફોટો મુકવામાં આવશે તો તેની જાળવણી થાય તે જરૂરી છે.