અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વેપારીએ એક અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. વેપારીનો આરોપ છે કે વર્ષ 2019 થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરી સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો હતો..પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યો હોઈ શકે. ત્યાર બાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર વોટ્સએપ કોલિંગ અને મેસેજ આવ્યા કે, રાહુલ સાથે સંબંધ તોડી નાખ. આરોપીએ ફરિયાદીની દીકરીનું સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો. જોકે આટલેથી યુવકના અટક્યો અનેં તાજેતરમાં ફરી પત્ર ફરિયાદીના ઘરે આવ્યો અને જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે અભી ભૂલે નહીં હૈ ફોટો હૈ હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ… વગેરે ધમકી ભર્યો પત્ર હતો. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી હતી.આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી આરોપી તેજ દોષિની ધરપકડ કરી છે, ધરપકડ બાદ સામે આવ્યું કે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના અન્ય સાથેના સંબંધો ન બંધાય તે માટે આવા તરકટ રચતો હતો.
