કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે વિરમગામની હાંસલપુર ચોકડીથી હાર્દિકની ધરપકડ કરી છે. રાજદ્રોહ કેસમાં વોરંટ નીકળતાં તેની ધરપકડ કરવામાં આવી છે. અવારનવાર કોર્ટનો આદેશ થવા છતાં તે હાજર રહેતો ન હતો. ત્યારે સેસન્સ કોર્ટે બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરતાં ક્રાઈમબ્રાંચે તેને વિરમગામ નજીથી ઝડપી લીધો છે.
આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે
આ ઉપરાંત કોર્ટે હાર્દિકની હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી તે પણ ફગાવી દીધી છે. આજે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યાં હતા. ત્યારે આ મામલે આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.