આજે અમદાવાદનો 610મો સ્થાપના દિવસ છે. અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411ના દિવસે બાદશાહ અહમદશાહે કરી હતી…… અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો 1.20 બપોરે, ગુરૂવાર, હિજરી વર્ષ 813 તેણે નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી.
અહમદશાહ બાદશાહે હિદુત્વને દાબ્યુ નથી. અહીં આ શહેરમાં જૈન, વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયો સૌથી વધુ આબાદ થયા છે. મોટામાં મોટા મંદિરો મુઘલ સલ્તનતમા જ બંધાયા છે. જો અહમદશાહની દુરંદેશિતા ન હોત તો ગુજરાતમા સ્થાપત્ય આજનુ એન્જીનીયરીંગ સ્કીલ્ડ ઉતર્યુ ન હોત. આ મહાન શહેરના સ્થાપકની મુસ્લિમ ઓળખ એ વખતે પાટણથી આવીને વસેલા અને ગુજરાતને સુર્વણકાળમા લઇ જનારા શ્રેષ્ઠતમ પટ્ટણીઓને નડી નહોતી.
ગુજરાતના ઇતિહાસને જાણનારા ને ખબર હોવી જોઇએ કે ચૌદમી સદીમા પાટણ પડ્યુ ત્યારે અહમદશાહે એક-એક પટ્ટણીને નવાનગરમા પાટણની ખોટ ન સાલે એટલે એક એક વિસ્તાર, દરવાજા, કોટ, ચોક, પાડો, વાડો અને પોળ અદ્દલ પાટણની જેમ તૈયાર કરાવી અને સુખસાહ્યબી ઉભી કરી આપી હતી. એ જૈન, શૈવ અને વૈષ્ણવો માટે જ હતુ. તેમની સાથેના મુસ્લિમો તો પાછળથી આવ્યા, કેટલાક હિંદુઓ વેળાની છેટ- અભડછેટે વટલાયા. તેમા શાસકનો કોઇ વાંક ન હતો.
અહીં કર્ણાવતી જેવુ શહેર કે ગામ હતુ જ નહી. હોય તો 13મી સદીના પ્રબોદચિંતામણી જેવા એકાદ સાહિત્ય કૃતિ સિવાય કોઇ ઉલ્લેખ પણ નથી. જો 10મી સદીમા કર્ણાવતી હતુ તો કર્ણદેવ એ વખતે જ પાટણથી પટ્ટણીઓને લાવી કેમ ન વસાવ્યા ? હકિકતમા કર્ણદેવ સાબરમતીને કાંઠે હારી ચૂક્યા હતા, એક નાસી ચૂકેલા રાજા પાસે શહેર વસાવવાનો સમય ક્યાંથી હોય ? ઐતિહાસિક તથ્યોને જાણ્યા- સમજ્યા અને અભ્યાસ કર્યા વગર માત્ર એક રાજકીય એજન્ડાને આગળ ધરતા પત્રકારો ખરેખર વાચકો, દર્શકો, ગુજરાતી પ્રજા અને તેમની આવનારી પેઢીઓ સાથે દ્રોહ કરી રહ્યા છે.