છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તેમ છંતા ચાઇનીઝ દોરીના કારણે અકસ્માત થાય છે. તેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તથા હેરફેર કરતા વ્યક્તિઓને પકડવા પોલીસ પેટ્રોલિંગ શરુ કર્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાપુનગર, રામોલ અને નારોલમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચાર વ્યક્તિઓને ઝડપ્યા હતા. આ ચાર વ્યક્તિની ધરપકડ કરવાની સાથે પોલીસે ચાઇનીઝ દોરીના 25 ટેલર જપ્ત કરી લીધા હતા. પકડીને ચાઈનીઝ દોરીના 25 ટેલર જપ્ત કરી લીધા છે.
