વસ્ત્રાપુરમાં ડ્રાઈવ ઇન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતીનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જેની ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અન્ના મારિયા નામની એક યુવતી, ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. અને, છેલ્લા ઘણા સમયથી તે ડ્રાઈવ ઇન રોડ વિસ્તારમાં રહે છે.
ગઈ કાલે મોડી સાંજે જ્યારે આ ઇટાલિયન યુવતી, રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બાઇક પર સવાર થઈ રહેલ એક અજાણ્યા યુવકે વિદેશી યુવતી સાથે શારીરિક છેડછાડ કરી હતી. છેડતી કર્યા બાદ આરોપી શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આ વાતની જાણ ઇટાલિયન યુવતી દ્વારા વસ્ત્રાપુર પોલીસને કરાતા વસ્ત્રાપુર પોલીસે છેડતીનો ગુનો નોંધી વિદેશી યુવતીની શારીરિક પજવણી કરનાર યુવકની ધરપકડની કવાયત હાથ ધરી છે.