રાજ્યમાં ઉત્તરાયણમાં ઉજવણી લોકોએ ઉત્સાહ પૂર્વક કરી હતી ત્યારે કાતિલ દોરીને કારણે રાજ્યમાં સંખ્યાબંધ લોકોને ઇજા થયાના અહેવાલ મળી રહ્યાં છે. ત્તરાયણના દિવસે લોકોના ગળા-આંગળા કપાયાના કુલ 200 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જ્યારે 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવેસે 79 કેસો 108માં નોંધાયા છે.
આમ બે દિવસમાં કુલ 279 લોકો કાતિલ દોરીથી ઇજાગ્રસ્ત બની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ ઉપરાંત ધાબેથી પડી જવાના 304 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. જ્યારે બે દિવસ દરમિયાન 108ને 3959 કોલ્સ મળ્યા હતા.
અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયાણ અને વાસી ઉત્તરાયણે સંખ્યાબંધ દોરી અથવા ધાબેથી પડવાને કારણે લોકોને ઇજા થઇ હતી. 108ના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસોમાં 14 ટકાનો વધારો રાજ્યભરમાં થયો હતો. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો 27 ટકા જેટલો વધારો આ કિસ્સાઓમાં થયો છે. જ્યારે અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે 108ને 728 કોલ મળ્યા હતા.
સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસે 18 વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા. જે પૈકી 17 લોકોને ઓપીડીમાં સારવાર આપી પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે બીજા દિવસે 37 લોકોને ધાબા પરથી પડવાના અને દોરી વાગવાના કેસ આવ્યા હતા. જેમાંથી 9 વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોને સારવાર આપી પરત મોકલી આપવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરના બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમા 709 પક્ષીઓ ઘાયલ આવ્યા હતા જેમા 649 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા અને 60 પક્ષીઓના મૃત્યુ થયા છે.દોરીથી પક્ષીઓની પાંખો કપાઈ છે.જેમા કબુતર,સમડી,ઘુવડ જેવા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા.