અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે ખસેડાયો. બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.બીજી તરફ એફએસએલે પણ સ્થળ પર પહોંચી સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કર્યા. 16 તારીખે મૃતક મહિલાના પિતાનું અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ અને સાસરીયાઓ તેણીના પિયરમાં જ હતા. પરિવારમાં બંને પુત્રો સાથે બંને બહેનોને પરણાવવામાં આવી હતી.
