જો સંપૂર્ણ લોકડાઉન જ કરવાનું હતું તો પછી છેલ્લાં દોઢ મહિનાની કામગીરી તેમજ લોકોએ કરેલા સંઘર્ષનો શું મતલબ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કમિશનર તેમજ શહેરમાંથી કોરોનાને દૂર કરવા મેદાનમાં ઉતારાયેલા ઉચ્ચ અધિકારીઓ પ્રત્યે લોકો સકારાત્મક પરિણામની આશા તો સેવી જ રહ્યા છે પરંતુ આવા કેટલાંક સવાલો પણ કરી રહ્યા છે.
છેલ્લાં ૪૫ દિવસથી પાલન કરી રહેલા અમદાવાદના લોકો અત્યારે કોર્પોરેશનના નવનિયુક્ત અધિકારીઓ અને શહેરમાં કોરોનાના ડામવા મેદાનમાં ઉતારાયેલા ઉચ્ચ અધિકારીઓને પ્રત્યે એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન જ અસરકારક સાબિત થઇ શકે એમ હોય તો ૪૫ દિવસ બાદ આ નિર્ણય શા માટે કરવામાં આવ્યો.
લોકડાઉનના સમયની અનેક સમસ્યાઓથી ત્રસ્ત ઘરમાં પૂરાયેલા લોકો બપોરની ઉઁઘ બાદ જાગ્યા ત્યારે સંપૂર્ણ લોકડાઉનના ઓચિંતી જાહેરાતોનો મારો ચાલી રહ્યો હતો. જો કે હવે લોકોને લાઇનોમાં ઉભા રહેવાની આદત પડી ગઇ છે એટલે દાળ, અનાજ, કઠોળ સહિતની વસ્તુઓનો સ્ટોક કરવા લોકો લાઇનમાં ઉભા હતા પરંતુ સૌ એક જ સવાલ કરી રહ્યા હતા કે આ નિર્ણય આટલો મોડો શા માટે લેવાયો
જો સંપૂર્ણ લોકડાઉનનો જ નિર્ણય લેવાનો હતો તો પછી છેલ્લાં દોઢ મહિનાની કામગીરી તેમજ લોકોએ કરેલા સંઘર્ષનો શું મતલબ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કમિશનર તેમજ શહેરમાંથી કોરોનાને દૂર કરવા મેદાનમાં ઉતારાયેલા ઉચ્ચ અધિકારીઓ પ્રત્યે લોકો સકારાત્મક પરિણામની આશા તો સેવી જ રહ્યા છે પરંતુ આવા કેટલાંક સવાલો પણ કરી રહ્યા છે.
છેલ્લાં ૪૫ દિવસથી પાલન કરી રહેલા અમદાવાદના લોકો અત્યારે કોર્પોરેશનના નવનિયુક્ત અધિકારીઓ અને શહેરમાં કોરોનાના ડામવા મેદાનમાં ઉતારાયેલા ઉચ્ચ અધિકારીઓને પ્રત્યે એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન જ અસરકારક સાબિત થઇ શકે એમ હોય તો ૪૫ દિવસ બાદ આ નિર્ણય શા માટે કરવામાં આવ્યો.
લોકડાઉનના સમયની અનેક સમસ્યાઓથી ત્રસ્ત ઘરમાં પૂરાયેલા લોકો બપોરની ઉઁઘ બાદ જાગ્યા ત્યારે સંપૂર્ણ લોકડાઉનના ઓચિંતી જાહેરાતોનો મારો ચાલી રહ્યો હતો. જો કે હવે લોકોને લાઇનોમાં ઉભા રહેવાની આદત પડી ગઇ છે એટલે દાળ, અનાજ, કઠોળ સહિતની વસ્તુઓનો સ્ટોક કરવા લોકો લાઇનમાં ઉભા હતા પરંતુ સૌ એક જ સવાલ કરી રહ્યા હતા કે આ નિર્ણય આટલો મોડો શા માટે લેવાયો.