રાજયમાં થઈ રહેલા બળાત્કારને લઈ પોલીસે એક નવી પહેલ ચાલુ કરી છે જેમાં રાત્રી દરમિયાન જે મહિલાઓ નોકરી કરતી હોય કે કોઈ કામ અર્થે બહાર ગઈ હોય તે લોકોને રાત્રે કોઈ વાહન નહિં મળે તો તેઓને પોલીસ મદદ કરવા માટે આવી પહોંચશે.
રાજયમાં થયેલ બળાત્કારને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસે પણ હવે મહિલોઓની સુરક્ષા માટે રાત દિન મહેનત કરી રહી છે અને મહિલાઓની મદદ માટે પણ તાત્કાલિક પહોંચી જતી હોય છે. અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક નવી પહેલ ચાલુ કરી છે જેમાં કોઈ પણ મહિલા રાત્રી દરમિયાન કોઈ કામથી બહાર ગઈ હોય અને ઘરે આવતા જો તેમને કોઈ વાહન ન મળે તો તેઓએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરવાનું રહેશે જેથી અમદાવાદ પોલીસ તેમની મદદ માટે એક ગાડીનો બંદોબસ્ત કરી તે મહિલા ગમે તે જગ્યાએ હશે ત્યાં તેને મદદ મળી જશે અને સલામત રીતે તેને તેના ઘરે પહોંચાડી દેવામાં આવશે.