અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.. મંજૂ શ્રી મિલમાં બનાવવામાં આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં 900 બેડની વ્યવસ્થા છે.આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા 900 બેડની કિડની હોસ્પિટલ ને કોવીડ માટે શરૂ કરવામાં આવી હતી.પરંતુ આજે તે બંધ હાલતમાં છે..એક તરફ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ફૂલ થવાની તૈયારીમાં છે.ત્યરે આ હોસ્પિટલ ચાલુ કરાય તો દર્દીઓને મોટો ફાયદો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.કુલ ૨,૯૬૬ બેડ પૈકી ૧૬૦૬ બેડ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.હવે ૧૩૬૦ બેડ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મંગળવાર, જૂન 17
Breaking
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને ધમકી આપી: ભારતમાં ઉત્પાદન કરશો તો 25% ટેરિફ લાદવામાં આવશે
- Breaking: વકફ સુધારા કાયદાની બંધારણિકતા પર સુપ્રીમમાં દલીલો પૂર્ણ, ચુકાદો અનામત
- Breaking: વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબાર: બે ઇઝરાયલી દૂતાવાસ કર્મચારીઓની હત્યા