વિદેશમંત્રાલયની વેબસાઇટ પર હજું જૂના નિયમો યથાવત હોવાથી અરજદારો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. નવા નિયમો અપડેટ થતા નથી જેના કારણે દેશ કે વિદેશના કોઇપણ ખુણે બેઠેલા વ્યક્તિને પાસપોર્ટમાં કોઇ ક્વેરી આવે તો પહેલા જ મંત્રાલયની વેબસાઇટ ચેક કરીને તેને અનુસરતા હોય છે પરંતુ જ્યારે રૂબરૂ કચેરીમાં જાય છે તો ત્યારે માલુમ પડે છે કે નિયમ તો બદલાઇ ગયો છે આમ ઘણા કિસ્સામાં અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે. હાલમાં ગુલબાઇ ટેકરા સ્થિત આવેલા મુખ્ય પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટમાં ક્વેરી હોય ત્યાં અરજદારોને રૂબરૂ બોલાવવામાં આવે છે પરંતુ હાલમાં એવી કેટલાક અરજદારોની એવી ફરિયાદ છે કે કોઇ પાસપોર્ટ સંબંધિત ડોક્યુમેન્ટ ખૂટતુ હોય તો એક ધક્કામાં કામ પૂર્ણ થતુ નથી જો પાસપોર્ટ કચેરી દ્વારા જે જિલ્લાની વધુ ક્વે્રીવાળી અરજીઓ હોય ત્યાં પાસપોર્ટ અદાલતનું આયોજન કરે તો સ્થાનિકમાં રહેતા લોકો સરળતાથી આવી શકે કોઇ પાસપોર્ટ સંબંધિક ડોક્યુમેન્ટ ખૂટતુ હોય તો પણ લાવી શકે. પાસપોર્ટની અરજીમાં ક્વેરીના નિકાલ માટે હાલમાં 200 કે 400 કિ.મી દૂરથી અમદાવાદ આવતા અરજદારો ભારે હાલાકીમાં મુકાય છે. હાલમાં પણ વેબસાઇટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે અરજદાર પાસેથી પેનલ્ટી લઇને પાસપોર્ટની ક્વેરીનું નિવારણ લાવી શકાય છે. જન્મતારીખ સુધારવાના કિસ્સામાં અમદાવાદ આરપીઓ રેન મિશ્રાને ધ્યાને દોરતા તેમને જણાવ્યુ આ નિયમ ગત જૂલાઇ મહિનામાં નિકળી ગયો છે તેમ છતાં વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે અમારી ભૂલ હોવાનું સ્વીકાર્યુ હતું.
