ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. જો કે, જેઓ અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ વધુ નવા 3 હજારને પાર કેસો નોંધાતા રાજ્યમાં તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની જોવા મળી રહી છે. રાજ્યમાં આજ રોજ નોંધાયેલા નવા મોતના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. ફરી એક વાર રાજ્યમાં કોરોનાએ ફફડાટ ફેલાવી દીધો છે. જેમાં સુરત શહેરમાં 7 દર્દીઓનાં તો અમદાવાદમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. જ્યારે ભાવનગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત થયું છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
