Ahmedabad: બે વર્ષમાં એસ.ટીની 2787 નવી બસો ખરીદી, પણ કરોડોનું વોલ્વો ટાયર કૌભાંડ પર પૈડાં ફરી ગયા
દિલીપ પટેલ
Ahmedabad
બે વર્ષમાં 400 મિની બસો, 300 લક્ઝરી કોચ બસો, 400 સ્લીપર કોચ બસો, 1682 એક્સપ્રેસ બસો તેમજ 5 ઈલેક્ટ્રીક ડબલ ડેકર મળી કુલ 2787 નવી બસ સર્વિસ સંચાલનમાં મુકી હતી.
109 નવી વોલ્વો બસ મૂકવામાં આવશે. એવું વાહનવ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી કહે છે પણ એસ ટીમાં પારાવાર કૌભાંડ થતાં હોવાથી ખોટ થઈ રહી છે.
રાજ્યમાં સૌથી વધુ રોજ 1 લાખ મુસાફરોની અવર-જવર અમદાવાદના ગીતા મંદિર બસ મથક પર થઈ હતી.
એસ.ટી નિગમ દ્વારા 15 હજાર 519 રૂટો ઉપર 42 હજાર 75 ટ્રીપોની રોજ રૂ. 9 કરોડની આવક હતી.
10 વર્ષમાં 100 બસ મથક બનાવવામાં આવ્યા હતા.
છતાં એસ. ટી. નિગમને વર્ષે 1000 કરોડ રૂપિયાની ખોટ જાય છે. 2022-23માં એસ.ટી નિગમો 2728.62 કરોડની આવક સામે 3200 કરોડના ખર્ચ થયો હતો. 500 કરોડની ખોટ ગઈ હતી. દરરોજના 17 લાખથી વધુ તેમજ વાર્ષિક 62 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. પ્રીમિયમ ST બસ 5 વર્ષમાં 174 કરોડની ખોટ નોંધાવી હતી. જે ખરેખર તો રુ. 200 કરોડનો નફો કરવો જોઈતો હતો.
37 હજાર કર્મચારીમાં 17 હજાર ડ્રાયવર અને કંડક્ટર છે.
એસ. ટી. વોલ્વો બસમાં ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં આવી રહ્યાં છે.
ટાયર કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે. બસના ઓરીજીનલ ટાયરનો જોટો રૂ.43,500નો આવે છે. જે ચાઈનીઝ ટાયર અડધી કિંમતે રૂ.24,000માં આવે છે.
એક બસમાં 10 ટાયર હોય છે. 3.90 કરોડના ટાયરનો ફાયદો કવોલ્વો બસની કંપનીઓને થયો છે. એક બસ દીઠ 1.90 લાખનો ફાયદો મેળવવા માટે મુસાફરોના જીવન સાથે ચેડાં કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું રૂા.111 કરોડના ખર્ચે 520 મિડીબસ ખરીદનું કૌભાંડ
1919માં બહાર આવ્યું હતું પણ હજી તપાસ પૂરી થઈ નથી. જીઈએમના ઓનલાઈન ટેન્ડરમાં બતાવેલા સ્પેશિફિકેશન મુજબના એન્જિનને બદલે હલકી ગુણવત્તાનું એન્જિન જોડીને મિડીબસનો સપ્લાય કરતાં ટાટા મોટર્સની બસ રિજેક્ટ કરાઈ અને કૌભાંડ ઝડપાયું હતું. તેની તપાસ હર્ષ સંઘવી કરાવતા નથી.
- BS-VI કક્ષાની બસથી વાયુ પ્રદુષણ ઘટાડાય છે.
- જીપીએસથી બસનું ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટ બુકિંગ થઇ શકે છે.
- 50 મીની એ.સી ઈલેક્ટ્રીક બસ તેમજ 5 ડબલ ડેકર એ.સી ઈલેક્ટ્રીક બસો શરુ કરી હતી.
- વિવિધ રૂટો પર સંચાલનમાં મુકવામાં આવી છે.
ગ્રામીણ વિદ્યાર્થીનીઓ માટે 100% ફ્રી અને તમામ વિદ્યાર્થીઓ તેમજ શહેરી વિદ્યાર્થીનીઓને ભાડામાં 82.50% રાહત અપાઈ હતી. રોજ અપડાઉન કરતા મુસાફરોને 50 % રાહત અપાઈ હતી.