અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ત્રીજી લહેરને પહોચી વળવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં ત્રીજી લહેર માં બાળકો કોરોનાનો શિકાર બની શકે છે આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી ૦થી ૫ વર્ષના બાળકોનો સર્વે ગત ૭થી ૨૧ તારીખ દરમિયાન આશા વર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧ લાખ 59 હજાર ૫૭૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૦૬૮ બાળકો હાઈ રિસ્ક વાળા હોવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.1068 બાળકો હાઈ રિસ્કવાળા ડિટેકટ થયાં. જેમાં અતિ કુપોષણ વાળા 225, કુપોષિત 536 રદયની તકલીફ, ડાયાબીટીસ બ્લડ પ્રોબ્લેમ કેન્સર જેવા ગંભીર બીમારીવાળા 307 અને જન્મથી અલગ અલગ પ્રકારની ગંભીર તકલીફ વાળા 218 બાળક હોવાનું સામે આવ્યું છે. આ તમામ બાળકોની વિગતો મેળવી લેવામાં આવી છે જેને આગામી સમયમાં જે તે સ્થળ પર ના આરોગ્ય સેન્ટર પર તપાસ કરવામાં આવશે.
