અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોનાના કેસો વધ્યા છે. બીજી તરફ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવાને કારણે civil હોસ્પિટલમાં ફરી એક વખત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સિવિલમાં એક અઠવાડિયા પહેલા કોરોના દર્દીઓની સંખ્યા 100 કરતા પણ ઓછી હતી. પરંતુ હાલ સિવિલમાં દર્દીઓની સંખ્યા ધીમે ધીમે 150 કરતા પણ વધારે પહોંચી છે. જે પૈકી 70 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ઉલ્લેખીય છે કે સિવિલ હોસ્પિટલમાં 168 વેન્ટીલેટરી બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં જો જરૂર પડશે તો બારસો બેડને કોરોના હોસ્પિટલમાં કાર્યરત કરાશે.
- સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ ભયાનક…..
- કોરોનાના 70 ટકા દર્દીઓ ઓક્સીજન પર
- અઠવાડિયા પહેલા 100 નીચે કોરોના દર્દીઓ હતા.
- અત્યારે 150 ની ઉપર દર્દીઓની સંખ્યા પહોંચી
- 168 વેન્ટીલેટરી બેડ સિવિલ હોસ્પિટલ તૈયાર
- આગામી સમયમાં જરૂર પડે 1200 બેડ ને કોરોના હોસ્પિટલમા કાર્યરત કરાશે
કોરોના અંકુશમાં લેવા માટે રાતે 10 વાગ્યાથી કર્ફ્યૂ અમલમાં મુકાયો હતો તેમાં એક કલાકનો વધારો કરીને રાતે 9 વાગ્યાથી કોરોનાકર્ફ્યૂના આદેશ કરવામાં આવ્યાં છે. કોરોના કર્ફ્યૂનો અમલ કરાવવા માટે શહેરના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનોને કડક તાકીદ કરવામાં આવી છે કે, રાતે 9 વાગ્યા પછી એકપણ દુકાન ખૂલ્લી ન રહેવી જોઈએ. આ માટે પોલીસ સ્ટેશનના પી.આઈ, સર્વેલન્સ સ્કવોડ અને પોલીસ સ્ટેશનની તમામ વાનને રાતે 9થી 11 સુધી સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.