અમદાવાદમાં બોડી મસાજના નામે હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શારીરિક સુખ આપવાના બહાને પૈસા પડાવતી ટોળકી સકંજામાં આવી છે. ન્યૂ રાણીપ વિસ્તારના યુવકે છેતરપિંડી મામલે નોંધાવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે અગાઉ ઝડપેલા સહદેવસિંહ જાડેજા અને રાહુલ બારીયાની પૂછપરછ કરતા તેમણે અનુરાધા નાગલે અને પ્રિયા અગ્રવાલના નામ આપ્યા. બંને મહિલાઓ યુવકો સાથે વાતચીત કરતી હોવાનું સામે આવ્યું છે… આરોપીઓ દૈનિકપત્રમાં બોડી મસાજની ભરતીની જાહેરાતો આપતા.જેમાં યુવકો ફોન કરે તો યુવતીઓ બોડી મસાજ નહીં પરંતુ હાઇપ્રોફાઇલ મહિલાઓ સાથે શરીરસંબંધ બાંધીને તેની પાસેથી લીધેલા પૈસામં 20 ટકા કમિશન પોતે લે છે તેમ જણાવતા.આ પ્રકારે યુવકોને અલગ અલગ પ્લાન બતાવી તેમની પાસેથી 8 હજારથી 25 હજાર સુધીની રકમ પડાવી ઠગાઇ આચરી. ફરિયાદી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા તે ખાતું આરોપી દાનીશ પઠાણે ખોટા આઇડીના આધારે કેતન પટેલના નામે ખોલાવ્યું હતું… હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
