Ahmedabad: અમદાવાદમાં 5 વર્ષમાં 4383 કરોડના માર્ગો બનાવાયા છતાં, રોજ 100 ફરિયાદો
Ahemdabad: અમદાવાદની સરકારને મોતના માર્ગની 5 વર્ષમાં 1 લાખ 53 હજાર ફરીયાદો મળી
12/03/2025
Ahemdabad શહેરમાં 5 વર્ષમાં મહિનગરપાલિકા દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ. 4383 કરોડનો ખર્ચ કર્યો છે. છતાં રસ્તાની હાલત ખરાબ છે. શહેરમાં છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમ્યાન જ રસ્તાઓ ખરાબ હોવાની ફરીયાદ 1 લાખ 53 હજાર નોધાઈ હતી. તેમ અમદાવાદની સરકારના વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતુ.
ખરાબ માર્ગોના કારણે 2023માં 870નાં મોત થયા હતા. અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે. 2023માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા હતા. કુલ માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો હતો.
માર્ગો માટે 2020થી 2024-25માં માર્ગો માટે 2078 કરોડ ખર્ચ થયો. અમદાવાદ દ્વારા દ્વારા 590 કરોડ અને રાજય સરકારના બજેટમાંથી રૂ. 1715 કરોડ ખર્યાયા હતા. 5 વર્ષમાં કુલ 4383 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા બે વર્ષ પહેલા બજેટમાં શહેરના તમામ વોર્ડમાં 2 વ્હાઈટ ટોપીગ રોડ લેખે 96 વ્હાઈટ ટોપીગ રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા રોડ પણ બનાવી શકયા નથી. છેલ્લા 5 વર્ષમાં આવેલી 1.53 લાખ ફરીયાદોને ધ્યાને લઈએ તો રોજની 100 ફરીયાદ માર્ગ માટેની આવી રહી છે.
ઘટવાના બદલે ફરીયાદોનું પ્રમાણ પણ વધી રહયું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ રસ્તા, કચરો, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટલાઈટની ફરિયાદ માટે ‘155303’ ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
ગુજરાતમાં ગમે ત્યાંથી ખાડાની ફરિયાદ 99784 03669 વોટ્સએપ નંબર પર તસ્વીર સાથે નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સહીતની તમામ માહિતી મોકલવામાં આવે છે. 23 સપ્ટેમ્બર 2021માં ગુજરાતમાંથી 12 કલાકમાં 7 હજાર ફરિયાદ મળી હતી.
સવાલ
- હેલ્પલાઈને હેલ્પની જરૂર છે?
- ફરિયાદ કર્યા બાદ પણ સમાધાન કેમ નહીં?
- AMC હેલ્પલાઈનમાં સમય મર્યાદા ક્યારે નક્કી કરશે?
- લોકો ક્યાં સુધી સમસ્યાના સમાધાનની રાહ જોશે?
- ફરિયાદ કર્યા બાદ સમસ્યાનું સમાધાન ક્યારે?
- લોકોને થતી સમસ્યાનું સમાધાન થશે?
- હેલ્પલાઈનમાં સમય મર્યાદા ક્યારે જાણવા મળશે?
- કામગીરીની સમય મર્યાદા કેટલી?
મોતનો માર્ગ
2023માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા હતા. આમ અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે.
શહેરમાં 535 અને જિલ્લામાં 335ના મોત થયા હતા.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (જીઆરએસએ)ના આંકડા પ્રમાણે-
મોરબી જિલ્લામાં દર લાખની વ્યક્તિએ 21.43 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.
ગાંધીનગરમાં દર લાખની વસ્તીએ 19.40 લોકોના મોત થયા છે.
તાપીમા 19.21,
ભરૂચમાં 18.83,
વલસાડમાં 18.35ના મોત થયા છે.
2023માં રાજ્યમાં અકસ્માતથી થતાં મોતની દર લાખે સરેરાશ 13ની હતી.
3,268 અકસ્તોમાં ટુ-વ્હીલર સંડોવાયેલા હતા. 24 ટકા કાર અને 22 ટકા ટ્રક અકસ્માત સાથે સંલગ્ન હતા.
રાજ્યમાં કુલ માર્ગ અકસ્માતોમાં થતાં મોતના 46 ટકા મોત તો દ્વિચક્રી વાહનચાલકોના થયા હતા.
રસ્તા પર ચાલનારાના મોત –
રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ 7,834 મોતમાં 1,757 મોત એટલે કે 22 ટકા મોત રસ્તે ચાલતા જનારાઓના હતા. 28 ટકાને કારે અને 18 ટકાને ટ્રકે ટક્કર મારી હતી.