કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસ પછી MIC-S અને હવે માનસિક રોગના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરવામાં આવે તો મે મહિનામાં 1453 દર્દીઓ જ્યારે જૂનના આઠ દિવસમાં 438 માનિસક દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં આવ્યા હતા.જેમાં ડિપ્રેશન,સ્વજનો ગુમાવવાનું દુઃખ, માનસિક તણાવ, વારંવાર એકજ પ્રવુતિઓ કરતા હોય તેવા દર્દીઓનો સૌથી વધુ સમાવેશ થાય છે. દરરોજ 50 જેટલા માનસિક રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.કોરોનાના કારણે આર્થિક રીતે ભાગી પડેલા લોકોને પણ માનસિક અસર જોવા મળી. જ્યારે કોરોનાના ડરના કારણે લોકોમાં વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝ કરવું, માસ્ક થી કંટાડો આવવો, સતત માસ્ક પહેરી રાખવું જેવી પ્રવુતિઓ વધુ જોવા મળી રહી છે જેના કારણે લોકો કંટાળી ગયા છે. જ્યારે, લોકોને સતત મને કોરોના થઈ જશે તેવો ડર સતાવતા આ પ્રકારની પ્રવુતિઓ વધુ કરવા લાગ્યા છે. ઉપરાંત કોરોનાના કારણે ઘરમાંજ રહેવાથી પતિ પત્ની વચ્ચેના ઝગડાઓ વધતા માનસિક અસર જોવા મળી છે. આવી સ્થિતિને કારણે માનસિક રોગના દર્દીઓ સતત વધી રહ્યાં છે. સિવિલમાં હવે માનસિક સ્થિતિ સારી ન હોય તેવા લોકો સતત આવી રહ્યાં છે. ઉપરોક્ત સહિતની માનસિક બિમારીથી લોકો પીડાઇ સારવાર માટે સિવિલના તબીબોનો સંપર્ક કરી રહ્યાં છે.
સિવિલમાં માનસિક રોગની ઓપીડીમાં પહેલાં ગણ્યા ગાંઠ્યા લોકો આવતા હતા પરંતુ હવે દરરોજ 50 લોકો આવી રહ્યાં છે.બાળકોને ઓનલાઇન શિક્ષણના કારણે શિક્ષણની ગુણવત્તા પણ ઓછી થઈ છે સાથે બાળકોમાં ઘરમાં જ રહેતા હોવાથી સ્વભાવ ચિડિયા પણું થાય છે. જ્યારે ભણવા સિવાય મોબાઈલ અને ઇન્ટરનેટ ના કારણે અન્ય પ્રવુતિઓ કરતા થયા છે. આમ બાળકોને ફિઝિકલ એકટીવિટી બંધ થઈ તેના કારણે માનસિક અસરો જોવા મળી છે. ઘરમાં બેસી બાળકો પરેશાન થયા જેના કારણે તેમના સ્વભાવમાં પણ ચિડ્યા પણું જોવા મળી રહ્યું છે. સાયકોલોજીસ્ટ પાસે કેટલાક વાલીઓ બાળકોની વિવિધ માનસિક સમસ્યા સાથે પહોંચી રહ્યાં છે. જેથી બાળકોની માનસિક સ્થિતિ પણ વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે.કોરોનાની માનિસક અસરને લઈને સિવિલ સ્ટાફનો સર્વે કરવામાં આવ્યો છે.કોરોના સમયમાં ડોકટર અને નર્સે ફરજ બજાવી હતી. તેના પર એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 150 ડોકટર અને 150 નર્સ પર કરવામાં આવ્યો છે. જે પૈકી 25 ટકા ડોકટરમાં 24 ટકા નર્સમા તણાવ જોવા મળ્યો હતો. જ્યારે 94 ટકા ડોકટર અને 79.33 ટકા નર્સિંગ સ્ટાફ એક મહિના સુધી ફેમિલી થી દુર રહ્યો હતો. 90 ટકા ડોકટર અને 28 ટકા નર્સિંગ સ્ટાફ એડમિનિસ્ટ્રેશન સર્વિસથી નાખુશ હતા, જ્યારે 41.33 ટકા ડોક્ટર અને 33.33 નર્સિંગ સ્ટાફએ કોરોના સમયમાં ઓવર લોડ વર્ક કર્યું હતું.
કોરોના કહેર વધતાની સાથે સ્કૂલો બંધ કરી દેવામાં અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવતા બાળકો ઘરમાંજ પુરાય ગયા.સ્કૂલો બંધ થતા બાળકો મિત્રો સાથે મુલાકાત પણ કરી શક્યા નથી.એક ધારા ઘરમાંજ બેસી રહેતા બાળકો પણ માનસિક રોગોના શિકાર બન્યા છે.બાળકો ઉપર થઈ રહેલી માનસિક અસર ને લઈ રાણીપમાં આવેલી કે.આર.રાવલ સ્કૂલના શિક્ષકો દ્વારા બાળકો ઉપર થયેલી માનસિક સ્થિત ને વર્ણવી હતી. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે બાળકોને ફિઝિકલ એકટીવિટી બંધ થઈ છે.બાળકોની રમત ગમત સહિત અનેક પ્રવુતિઓ બંધ થતા બાળકોમાં માનસિક અસરો જોવા મળી છે.ઘરમાં બેસી બાળકો પરેશાન થયા જેના કારણે તેમના સ્વભાવમાં પણ ચિડ્યા પણું જોવા મળી રહ્યું છે.ઓનલાઇન ક્લાસમાં પણ બાળકો ઝડપથી સ્કૂલ ખોલવા માટે શિક્ષકો પાસે આગ્રહ કરી રહ્યા છે.ઓનલાઇન કલાસ થી બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ ઓછી થઈ છે જેના કારણે બાળકો ક્યારેક ઓનલાઇન ક્લાસમાં રેગ્યુલર રહેતા નથી. બાળકો ને ઓનલાઈન ક્લાસમાં આપવામાં આવતું હોમવર્ક પણ નથી કરી રહ્યા. ઓનલાઈન ક્લાસમાં મોબાઈલના ઉપયોગથી બાળકો અને માતાપિતા તરફ થી પણ શિક્ષકો ને કડવા અનુભવો થયા છે.શિક્ષકો ના જણાવ્યા પ્રમાણે કેટલા વાલીઓ શિક્ષકોને બીભત્સ મેસેજ પણ મોકલી રહ્યા છે.ઓનલાઇન ક્લાસના કારણે વાલીઓની વિકૃતિ પણ સામે આવી હોવાનું શિક્ષકો એ જણાવ્યું છે.કોરોના ના કારણે બાળકો પરીક્ષાઓ પણ આપી શક્યા નથી.જેંથી બાળકોના મનમાં પરિણામ ને લઈ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી.બાળકોનો સ્વભાવ બદલાતા શિક્ષકો પણ ચિંતિત છે.