ગુજરાતમાં કોરોના પોઝિટીવનો આંક 87આએ પહોંચી ગયો છે. સજજ્ડ લોકડાઉન છતાં કોરોનાના કેસો અટકી રહ્યાં નથી ત્યારે રાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનરે તમામ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટીવીનો પણ હેતું એ આ લિસ્ટ જાહેર કરીને અમદાવાદીઓને ડરાવવાનો નથી પણ મ્યુન્સિપલ કમિશ્નરે જાહેર કરેલા આ લિસ્ટને આધારે લોકો સાવચેત રહે અને સાવધાન રહે એ હેતું જળવાય રહે એ માટેનો છે. અમે પણ અપીલ કરીએ છીએ કે લોકો ઘરે રહે અને સેફ રહે.

આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરી શકે. આ ઉપરાંત 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકાશે. આ નામની જાહેરાત કર્યા બાદ જો કોઇ પણ વ્યક્તિ પોઝિટિવ કેસના દર્દી સાથે ગેરવર્તણૂક કરશે અથવા ભેદભાવભર્યું વર્તન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આ લિસ્ટ માત્રને માત્ર લોકોની સાવચેતી માટે જ જાહેર કર્યું છે. જેથી અમદાવાદીઓ પણ ડર્યા વિના આ લિસ્ટને આધારે સાવધાની રાખે એવી જીએસટીવીની પણ અપીલ છે.

ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા વધીને 87 પર પહોંચી ગઇ છે. તો આજે સવારે અમદાવાદમાં જ કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા હતા. જો કે બપોર બાદ પોરબંદરમાં બે, પંચમહાલમાં એક અને સુરતમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ્યારે બી.જે. મેડિકલમાં સારવાર લઈ રહેલા એક મહિલા દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. એક જ દિવસમાં 13 નવા દર્દીઓ નોંધાતા જ રાજ્યમાં કુલ દર્દી 87 થઈ ગયા છે. આ 87 દર્દીમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે.