અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની વિશેષ બેઠકમાં વર્ષ 2019-20નું રૂ. 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા રજૂ કરવાનું હતું. અગાઉના બજેટમાં રૂ. 1,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરજનો પર વધારાનો કોઈપણ ટેક્સ લગાવવામાં આવ્યો નથી. મ્યુનિ. કમિશ્નરે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સોંપ્યું હતું અને હવે તેમાં સુધારા વધારા કર્યા બાદ ફાઈનલ બજેટ રજૂ કરાશે.
ડ્રાફ્ટ બજેટની હાઈલાઈટ્સ આ મુજબ છે:
(૧)સ્પોર્ટસને પ્રોત્સાહન માટે
રિવરફ્રન્ટમાં આધુનિક સુવિધા સાથેનુ સ્પોર્ટસ કોમ્પ્લેકસ
પશ્ચિમમાં એનઆઇડી પાછળ
પૂર્વમાં શાહપુર સાઇડે
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા ૧૦ સ્નાનાગાર
જુદી જુદી ૧૦ જગ્યાએ પ્રોફેશનલ ઢબની ટેનિસ કોર્ટ
શહેરનાં તમામ ૪૦ જીમ્નેશિયમનુ આધુનિકરણ
૧૦ કરોડનાં ખર્ચે નવા પાંચ જીમ્નેશિયમનુ આયોજન
(૨)ટ્રાફિક અને પાર્કિંગ મેનેજમેન્ટ
રિવરફ્રન્ટમાં ફલાવર ગાર્ડન સામે મલ્ટીલેવલ પાર્કિંગ
સિંધુભવન રોડ ઉપર મ્યુનિ. પ્લોટમાં મલ્ટીલેવલ પાર્કિંગ
દાણાપીઠ મ્યુનિ.કચેરી ખાતે મલ્ટીલેવલ અથવા મિકેનીકલ પાર્કિંગ
પ્રહલાદનગર ગાર્ડન પાસેનાં મ્યુનિ. પ્લોટમાં મલ્ટીલેવલ પાર્કિંગ
બ્રિજ માટે ૨૬૦ કરોડનુ આયોજન
(૩)રાહદારીઓ-વાહનચાલકો માટે
ફૂટપાથ રિડિઝાઇન કરાશે
સ્ટ્રીટ રિડિઝાઇન કરાશે
જંકશન રિડિઝાઇન કરાશે
ફકત સાયકલ માટે જ અલાયદો ટ્રેક બનાવાશે
ટ્રાફિક મેનેજમેન્ટ ઇનીશ્યેટીવ માટે ૨૦ કરોડની જોગવાઇ
(૪)ગ્રીન અમદાવાદ-સાંસ્કૃતિક અમદાવાદ
મ્યુનિ.હસ્તકની બે બિલ્ડીંગ ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમનુ આયોજન
હોસ્પિટલોની છત ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા સર્વે રિપોર્ટ તૈયાર કરવાશે
હયાત પાંચ ગાર્ડનમાં નાગરિક સુવિધામાં વધારો કરાશે
બીજા વિસ્તારોમાં ૧૦ નવા ગાર્ડન બનાવાશે
કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમનુ આયોજન
કાંકરીયા કાર્નિવલ-બુકફેર, ફલાવર શો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન
(૫)તંદુરસ્ત અને સ્વચ્છ અમદાવાદ
એસવીપી હોસ્પિટલનુ લોકાર્પણ
વી.એસનુ ૫૦ કરોડ અને ચિનાઇ પ્રસુતિગૃહનુ ૧૦ કરોડનાં ખર્ચે રિનોવેશન
કન્ટેઇનર ફ્રી અમદાવાદ
ઝીરો વેસ્ટ સિટી
વેસ્ટ સેગ્રીગેશન
વેસ્ટ પ્રોસેસિંગ
સાબરમતી શુધ્ધિકરણ
તળાવોનાં ડેવલપમેન્ટ
(૬)ઘરવિહોણા-ભોજન વંચિતો માટે આયોજન
શહેરમાં ૨૭ નાઇટ શેલ્ટર બનાવી સંચાલન સોપી દેવાયુ
વધુ ૨૯ જેટલાં નાઇટ શેલ્ટર બનાવવાનુ આયોજન
નાઇટ શેલ્ટરમાં રહેતા તમામને એક ટાઇમ મફત ભોજન
નવી ૧૨૩ આંગણવાડી બનાવવા આયોજન