જાહેરમાં ગંદકી કરનારા અને જાહેરમાં યૂનિરલ કરનારા સામે કોર્પોરેશનનું કડક વલણ સામે આવ્યું છે. જાહેરમાં ગંદકી કરનારા એટલે કે જાહેરમાં થૂંકનારાઓને કોર્પોરેશને નોટિસ ફટકારીને દંડ વસૂલ્યો છે.
છેલ્લા છ દિવસમાં જાહેરમાં થૂંકનારાઓ 330 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં નોટિસ ફટકારીને રૂપિયા 34 હજાર 990નો દંડ પણ વસૂલ્યો છે. તો જાહેરમાં યૂનિરલ કરનારાઓ પર પણ કોર્પોરેશને લાલ આંખ કરી છે. આવા લોકોનેપણ કોર્પોરેશને દંડ ફટકાર્યો છે. 105 જેટલા લોકોને કર્પોરેશને દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટીક, સોલિડ વેસ્ટ રૂલ્સના ભંગના કેસો મળીને કુલ 2475 લોકોને નોટિસ ફટકારાઇ છે. જેમાં 14.60 લાખ જેટલો દંડ કરાયો છે. શહેરમાં તા.5 મે સુધીના અઠવાડીયાના ગાળામાં જાહેરમાં લઘુશંકા કરતા ઝડપાયેલા કુલ 105 લોકોને નોટિસ ફટકારીને 10600નો દંડ કરાયો છે. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 62 કેસમાં 5450નો દંડ કરાયો છે. ઉત્તર ઝોનમાં 23 અને પશ્ચિમ ઝોનમાં 13 કેસમાં નોટિસ ફટકારાઇ છે.
શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના વપરાશ બાબતે 1027 જણાને નોટિસ અપાઇ હતી. જેમાં 260.4 કિલોગ્રામ જથ્થો જપ્પ કરીને 70585નો દંડ કરાયો હતો. જાહેરમાં કચરો નાંખવાની બાબતે 1013 કેસોમાં નોટિસ અપાઇ હતી. જેમાં 708550 રૂપિયાનો દંડ કરાયો હતો.