અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ હિરા બા નામની જવેલર્સનને ગતરોજ મધ રાત્રિએ લૂંટારાઓએ નિશાન બનાવ્યુ હતુ અને દુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 91 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં ગતરાત્રિએ ઓઢવ વિસ્તારમાં હિરા બા નામની જવેલર્સની દુકાનમાં લૂંટારોઓએ બંદુકની અણીએ લૂંટ ચલાવી હતી અને દુકાનમાં રાખેલ 200 ગ્રામ સોનુ અને 3.91 લાખની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર, ઓઢવમાં રબારી વસાહત પાસે આવેલ હિરાબા જવેલર્સમાં ગઇકાલે દુકાનદાર સહિત ચાર લોકો હાજર હતા તે સમયે બે લૂંટારૂઓ ગ્રાહકનાં સ્વાંગમાં આવીને સોનાની ચેઇન માંગી હતી. આ દરમિયાન લૂંટારૂઓ ત્યાં આવી પહોંચતાદુકાનદાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી રૂપિયા 3 લાખ 91 હજાર રોકડા સહિત 200 ગ્રામ સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓએ દુકાનમાં હાજર અર્જુનભાઈને પણ રિવોલ્વર જેવું હથિયાર મારી ઇજા પહોંચાડી હતી. દુકાનનું શટર બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા. બહાર ઉભેલા લોકો પ્રતિકાર કરવા માટે આવે તે પહેલાં લૂંટારૂઓએ હવામાં ફાયરિંગ કરીને લોકોને ડરાવ્યાં હતાં.
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આસપાસનાં તેમજ દુકાનનાં સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. લૂંટારૂઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હોવાથી સ્થાનિક ગેંગ હોય તેવી પોલીસને આશંકા છે. તો બીજી તરફ પોલીસે બાઇકનાં રજીસ્ટ્રેશન નંબર મેળવીને લૂંટારૂઓ સુધી પહોંચવા માટેનાં તમામ પ્રયત્નો શરૂ કર્યાં છે. બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓએ એટલા ભરચક વિસ્તારમાં લૂટ ચલાવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં લૂંટ નો બનાવ સામે આવ્યો છે. રસ્તે જઈ રહેલા વેપારી સાથે થઈ લૂંટ કરવામાં આવી હતી જેમાં ૪ વીટી અને ૪૦ હાજર રોકડાની વેપારી પાસેથી લૂંટ કરવામાં હતી.એક જ દિવસમાં બીજી લૂંટની ઘટના બનતા DCP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.