ગતરોજ શહેરમાં થયેલ વિરોધ બાદ શહેર પોલીસે તમામ અમદાવાદ શહેરને પોલીસ છાવળીમાં લઈ લીધુ છે કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ તમામ જગ્યાએ વોચ રાખી બંદોબસ્ત બેસાડી દીધો છે અને તમામ તોફાની તત્વોની ધરપકડ પણ કરવાની કવાયત પણ હાથ ધરી છે. શાહ આલમ થયેલ પથ્થરમારા મામલે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ ઉર્ફે સનીબાબા સહિત 50 શખ્સોની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં આજે પણ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ ચાલુ કરી દીધો છે. તેમજ પોલીસ વડાએ વધુ બે SRP કંપની ફાળવી દીધી છે. પોલીસ જવાનો હેલ્મેટ અને બોડી પ્રોટેક્ટર સાથે તૈનાત કરી દીધી છે. ગુરૂવારે શાહ આલમમાં પથ્થરમારા મામલે આજે 5 હજારના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુના હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પી.આઈ.જે.એમ સોલંકી ફરિયાદી બન્યા છે. ઉલ્લેખનીય છે કે શાહ આલમ પથ્થરમારામાં શહેરના ડીસીપી, એસીપી સહિત 19 પોલીસ જવાનો સહિત કુલ 25 લોકો ઘાયલ થયા હતા.