ગાંધીનગરમાં હાલમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાંથી અમદાવાદમાં રહેતો એક શંકાસ્પદ વેપારીને વીવીઆઈપી ઝોનમાંથી સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડ્યો હતો. આ વેપારીની છેલ્લા દસ દિવસથી ગાંધીનગર પોલીસ અને એચીએસ શોધખોળ કરી રહી હતી. જેમાં તેના દુબઈ , શારજહાં સાથેના ઘણા સબંધો પકડાયા છે.
અમદાવાદમાં રહેતો આકીબ મેમણ એન્ટીક વસ્તુઓનો વેપારી છે. વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન પ્રસંગમાં તેને વીવીઆઈપી ઝોનમાંથી વડાપ્રધાનની સુરક્ષા એજન્સીઓએ તેને પકડી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આકીબ મેમણ મંદિરમાં પહોલા માળે ઓમાનના ડેલિગેશન સાથે પ્રવેશ્યો હતો અને જે કારમાં તે આવ્યો હતો તે કાર તેણે અસલાલીના ઘનશ્યામ એસ્ટેટથી તેમણે ભાડે લીધી હતી.
આ મંદિકના મુખ્ય પ્રવેશ દ્વારા પર જ્યાં નરેન્દ્ર મોદી સહિત દેશના અન્ય પ્રતિનીધીઓ પણ પ્રવેશે છે ત્યાંથી તેણે મહાત્મા મંદિરના ફોટા પાડ્યા હતાઅને તેના પરથી પોતાનો ગોલ્ડ પાસ બનાવ્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું છે. છેલ્લા દસ દિવસથી તેની પુછપરછ ચાલી રહી છે. પણ હજી સુધી પોલીસને સફલથા મળી નથી. આકિબ એન્ટીક વસ્તુનો વેપારી હોવાથી તેણે દુબઈ ઉપરાંત પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હોય એવું જાણવા મળ્યું છે. ઉદ્ધાટનના દિવસે તે બે પાસ સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયો હતો.
આ અંગે ગાંધીનગર પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે આકિબ એન્ટીક વસ્તુનો વેપારી છે અને તેના દુબઈ ઉપરાંત પાકિસ્તાન સુધી કામ અર્થે ગયો હોઈ શકે. પણ પાકિસ્તાન સુધી તેના સબંધો હોય એવી કોઈ સાબિતી મળી નથી. તે ભારતીય નાગરીક છે પણ તેની સાથે દુબઈ સરકારનું લાયસન્સ મળી આવ્યું છે.