એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમદાવાદ ડીસીપી દ્વારા અમામનવીય ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, રાત-દિવસ શહેરમાં ડ્યુટી ફરમાવતા કોરોના પોલીસ કર્મીઓને હવે જમવાનું આપવામાં આવશે નહીં, તેમણે પોતાની જમવાની વ્યવસ્થા જાતે કરવાની રહેસે. આ ઉપરાંત તેમને સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી પોતાનું ડ્યૂટી પોઈન્ટ ન છોડવા માટે આદેોશ કરવામાં આવ્યો છે. જમવા માટે પણ પોલીસ કર્મીઓ પોતાનો ડ્યુટી પોઈન્ટ છોડી શકશે નહીં. જેનો સીધો અર્થ થાય છે કે પોલીસ કર્મીઓએ હવે પોતાના જમવાની વ્યવસ્થા ઘરેથી કરીને આવવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમદાવાદના પોલીાસ કર્મીઓ માટે ચા- નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. રાત-દિવસ શહેરના જુદા-જુદા પોઈન્ટ્સ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ વિરુધ્ધ સરકારનું આવું વર્તન અયોગ્યતાને પાત્ર છે