આજે અમદાવાદમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા છે. આજે મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ નથી તો ખાનગી એમ્બ્યુલન્સને સિવિલ હોસ્પિટલમાં આવવા દેવા માટે જેના કારણે મૃતદેહને લોડિંગ ટેમ્પોમાં લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. જો ખાનગી એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં આવવું હોય તો તેણે 500 રૂપિયા સિવિલને ભાડા પેટે આપવા પડે.
ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે આ અંગે વાત કરતા જણાવ્યું કે,’C. તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલના પ્રશાસને પાર્ક કરેલા ખાનગી એમ્બ્યુલન્સને લોક મારી દીધા હતા. તેમજ એમ્બ્યુલન્સને પાર્ક કરવા માટે રૂ.500ની માંગણી કરાઈ હતી. જેથી રોષે ભરાયેલા ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. લાશ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાથી પરિજનોને મૃતદેહને લઇ જવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
એક દર્દીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતુ. તેઓ મધ્યપ્રદેશનાં હતાં. સવારથી મૃત્યુ પામેલા દર્દીને ઘરે લઇ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હતી. તંત્રએ તેવુ પણ કહ્યું કે અમારી એમ્બ્યુલન્સ અન્ય રાજ્યમાં જતી નથી. જેમાં ખાનગી એમ્બ્યુલન્સની હડતાળ ચાલી રહી હતી. જેથી તેમને ટેમ્પોમાં મૃતદેહ લઇ જવાની ફરજ પડી હતી.