અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની અફવા ફેલાતા એરપોર્ટ પર ભાગમભાગ મચી ગઈ હતી. એરપોર્ટ પર એક પ્રવાસીને સ્કેનિંગ માટે લાઈનમાં રહેવાનું કહેતા પેસેન્જરે બેગમાં બોમ્બ નો મેસેજ આપ્યો હતો. એરપોર્ટ પર બોમ્બ ની અફવાથી ત્યાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી હતી અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. જો કે, અફવાની જાણ થતા જ સીઆઇએસએફના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા.
આ મામલે સીઆઇએસએફના જવાનો દ્વારા તપાસ હાથ ધરતા કર્ણાટકના એક શખ્સની કરી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે એરપોર્ટ પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.