અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ હોવાના મેસેજ મળ્યા હતા. જેના પગલે એરપોર્ટ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયન મેનેજરને જાણ કરી હતી. બોમ્બ હોવાના મેસેજ સાથે જ એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓ સહિત તમામ ટીમ એક્સનમાં આવી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે બોમ્બના મેસેજના પગલે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું હતું. સાથે સાથે બોમ્બ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડ દ્વારા એરપોર્ટની તપાસ હાથધરવામાં આવી હતી. સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ ઉપર દોડી આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ચિરાગ મહેતા નામના વ્યક્તિએ ફોન કરીને બોમ્બ હોવાની જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, 4 વાગે બોમ્બ મુક્યો છે અને 1.30 કલાકે બોમ્બ ફૂટશે. બોમ્બના મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઇ હતી. અત્યારે તમાર સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી. છે.

ઉલ્લેખનીય છે કે, બોમ્બના મેસેજના પગલે હવાઇ મુસાફરી કરનાર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે હવાઇ મુસાફરીના સમયમાં મહદઅંશે ફેરફાર થઇ શકવાની શક્યતા સેવાઇ રહી છે.