SG હાઈવે પર સરખેજ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી વરના કારના ચાલાકે કાબુ ગુમાવતા કાર ડિવાડર તોડીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી અને સામેથી આવી રહેલી ટવેરા કારને ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં કારમાં જઈ રહેલા બિલ્ડરનું મોત નીપજ્યું હતું.
જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે ટવેરામાં જતા TCS કંપનીના ડ્રાઈવર સહિત 7 કર્મચારીઓ ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસમાં બિલ્ડરની કારમાંથી દારૂની બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સામેથી TCS કંપનીના કર્મચારીઓને લઈને ગાંધીનગર તરફથી આવી રહેલી ટવેરા કાર સાથે વરના કાર ધડાકાભેર ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત થયું હતું.
જ્યારે પ્રતિક તથા ટવેરામાં જઈ રહેલા સાત જણાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ટ્રાફિક પોલીસના પીએસઆઈ.એન.એચ.રાણાના જણાવ્યા મુજબ બિલ્ડરની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે જે અમે તપાસ માટે મોકલી આપી છે.