ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા(ICAI)એ CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની નવેમ્બર 2020માં યોજાયેલી પરીક્ષા ના જાહેર થયેલા પરિણામો માં અમદાવાદના 6 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ લેવલે ચમક્યા છે અને ઈન્ટિમીડિયેટમાં શ્રેયા ટીબરવાલે 87.63 ટકા સાથે નવા કોર્ષમાં રાષ્ટ્રીય સ્તરે પહેલો નંબર(ઓલ ઈન્ડિયા રેન્ક) મેળવ્યો છે. ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા સીએ ફાઇનલના પરિણામોમાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે આવ્યો છે. હતો.
સીએ ફાઈનલના પરિણામોમાં અમદાવાદ બ્રાંચનું ઓલ્ડ કોર્સનું 21.85 ટકા અને ન્યૂ કોર્સનું 31.76 ટકા પરિણામ આવ્યું હતું. જે નવેમ્બર-2019ની તુલનાએ 16.21 ટકાનો અને ન્યૂ કોર્સ પરીક્ષાના પરિણામમાં 4.52 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, કોરોના ને લઈ સીએ ન્યૂ કોર્સ નવેમ્બર-20ના પરિણામની તુલનાએ નવેમ્બર, 2019ની પરિણામમાં કુલ રેન્કર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. નવેમ્બર-20ની પરીક્ષાના પરિણામમાં ઓલ ઈન્ડિયા લેવલ પર ટોપ 50માં ત્રણ વિદ્યાર્થી ઝળક્યા હતા, તો નવેમ્બર 19માં ટોપ 50માં 11 વિદ્યાર્થી ઝળક્યા હતા. આમ નવા-જૂના કોર્સના મળીને અમદાવાદ બ્રાંચના 5392 વિદ્યાર્થી સીએ તરીકે ક્વોલિફાય થયા હતા.
