આજે અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોઁધાયા હતા. ઼રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. કાલુપુર માતાની પોળના 4 મેમ્બર્સ એક જ ફેમિલીના અને એક જ વિસ્તારના છે. અત્યારસુધીમાં 8 લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં વધારો થયો છે. ગણતરીના કલાકોમાં પોઝિટીવ સંખ્યાનો આંક સદી પૂરી કરી દેશે. આજે કેસ બાપુનગર અને કાલુપુર વિસ્તારના કેસો બહાર આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના 95 કેસ
- અમદાવાદ:38
- સુરત:12
- રાજકોટ: 10
- વડોદરા:9
- ગાંધીનગર:11
- ભાવનગર :7
- કચ્છ:1
- મહેસાણા -1
- ગીરસોમનાથ -2
- પોરબંદર -3
- પંચમહાલ-1