કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અમદાવાદ નગરપાલિકા સજ્જ બની છે. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે મનપા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના સાતેય ઝોનમા ડેપ્યુટી કમિશ્નરની આગેવાનીમા ઝોનલ કમિટી બનાવવામાં આવી છે.આ કમીટી હેલ્થ… એસ્ટેટ… ફાયર તેમજ ટેક્સ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આર્કિમિડીઝ કનસલ્ટન્ટના એક પ્રતિનિધિ સામેલ છે. આ ઝોનલ કમિટીનું કાર્ય તેમના વિસ્તારમા આવેલા કોમ્યુનીટી હોલ, મોટી હોસ્પિટલ તેમજ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરી શકાય તેવી મધ્યમ હોસ્પિટલની યાદી તૈયાર કરવાનું છે. જો થર્ડ વેવ આવે તો કેટલા ઓક્સિજન બેડ… વેન્ટિલેટર તેમજ આઇસીયુ બેડની સુવિધા ઉભી કરી શકાશે તેનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં તૈયાર થઇ જશે. આ રિપોર્ટના આધારે તંત્ર જરૂરી આયોજન કરશે.ગુજરાતમાં સતત કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો છે અને રાજ્યમાં સાજા થવાનો દર વધી રહ્યો છે. ત્યારે એવામાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નવા 3255 કેસ નોંધાયા છે તો માત્ર 44 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 9676 દર્દીઓએ કોરોનાને માત આપી છે. એટલે કે રાજ્યમાં સાજા થવાનો દર 90.92 ટકાએ પહોંચ્યો છે. આમ, રાજ્યમાં નવા કેસોની સામે ત્રણ ગણાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે.
