રાજ્યમાં છેલ્લા 3 દિવસથી 600થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. જો કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
જો અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં છેલ્લા સપ્તાહથી કોરોના સંક્રમિતોની સંખ્યા સતત 250ની નીચે આવી છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં 1565 નવા કેસ નોંધાયા છે. આમ દરરોજના સરેરાશ 223 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે ગત સપ્તાહે શહેરમાં 2184 કેસો નોંધાયા હતા. આમ અમદાવાદમાં છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરી છે.