ગુજરાતમાં કોરોનાને કહેર યથાવત્ રહ્યો છે. આજ રોજ અમદાવાદમાં નવા આઠ પોઝેટીવ કેસ નોંધાતા કુલ આંક 82 એ પહોંચ્યો છે. ગુજરાતમાં સખત લોકડાઉન હોવા છતા કોરોનાના સંક્રમણ વધતું જાય છે. દિવસને દિવસે કોરોના પોઝેટીવના આંકમાં વધારો થઈ રહ્યો છે.
જો કે સુરતમાં આજ રોજ કોરોના પોઝેટીવનો એક પણ કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રોજ ગુજરાતમાનોંધાયેલા તમામ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતા કેસની સંખ્યામાં થઈ રહેલો વધારો તંત્ર માટે ચિંતાનો વિષય છે