સમગ્ર વિશ્વથી લઇને ભારતમાં દિવસે ને દિવસે સતત કોરોના વાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.ભારતમાં કોરોનાનાં કુલ કેસોમાંથી 20 ટકા કેસ તો માત્ર મુંબઇ શહેરનાં છે. પરંતુ ભારતમાં પ્રતિ 10 લાખની આબાદીમાં સૌથી વધુ મોત તો ગુજરાતનાં અમદાવાદમાં થઇ છે. એટલું જ નહીં પ્રતિ 100 કોરોનાનાં કેસ પર સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. 50 લાખથી વધારે આબાદીવાળા નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસોમાં મૃત્યુ દર પણ વધારે છે. અમદાવાદમાં દર 10 લાખ લોકો પર 115 કોવિડ-19 મોત થઇ રહ્યાં છે. આ આંકડો મુંબઇનાં 80 મોતથી પણ વધારે છે. જેથી અમદાવાદ કોવિડ-19થી થનારા મોતમાં પ્રથમ સ્થાન આવે છે.
હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં સૌથી વધારે કેસ મુંબઇ અને દિલ્હી જેવાં મહાનગરોમાં છે અને અહીં દરરોજ દિવસનાં મોતનાં આંકડાઓ સતત વધતા જઇ રહ્યાં છે પરંતુ આ શહેરોમાં અડધી આબાદીવાળા શહેર અમદાવાદનાં આંકડાઓ કંઇક બીજું જ કઇ રહ્યાં છે. પ્રતિ દસ લાખની આબાદી પર અમદાવાદમાં કોવિડ-19થી મરનારાઓની સંખ્યા તુલનાત્મક વધારે છે.