શહેરનાં આનંદનગર વિસ્તારની દેવ ઓરમ કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટના 9માા અને 10મા લાગતા ફાયરની ટીમને પણ રાહત બચાવ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે
ફાયર બ્રિગેડનાં ઓફિસરનાં જણાવ્યા અનુસાર, આ દૂર્ઘટનામાં 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ કોમર્શિયલ છે, જેમાં મોટી સંખ્યામાં ઓફિસો આવી હોવાથી ત્યાં ફસાયલાં લોકોની સંખ્યા પણ વધુ છે. બિલ્ડીંગમાંથી બહાર આવવા માટે એક જ રસ્તો હોવાથી લોકો ઓફિસમાં જ ફસાઈ ગયા હતા. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા સર્જાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે
આ આગ 9માં 10મા માળે લાગતા ફાયરની ટીમને બચાવ કામગીરી કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.