ગુજરાતમાં કોરોના નો પ્રકોપ ઘટવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ પરિસ્થિતિને જતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને સાંજના સાતથી સવારના સાત સુધી બંધ કરી દેવાશે, જો કોઈ વ્યક્તિ બહાર નિકળતું દેખાશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે
