૨૪મી ફેબ્રુઆરી- સોમવારની સવારે ટાર્ગેટ મુજબ સંખ્યા ન થાય તેવી સ્થિતિને પહોંચી વળવા સરકારી મશિનરીએ બીજો પ્લાન બનાવ્યો છે. ભાજપ પ્રદેશ સંગઠનના સહારે ૧૩ જિલ્લાઓમાંથી આવનારા કાર્યકરો, નાગરિકોની બસોને સોમવારની પરોઢે અમદાવાદ પહોંચ્યા પછી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશના પાસ વહેંચવા કલેક્ટરોને કહેવાયુ છે.
ગોલ્ડ- પ્લેટેનિયમને કાલથી ઈન્વિટેશન મળતા થઈ જશે
ઉદ્યોગ, સ્પોર્ટ્સ, ફિલ્મ, કળા, આંત્ર્યપ્રિન્યોર ક્ષેત્રના પ્રતિભાવંત નાગરિકો ઉપરાંત ધાર્મિક, સામાજિક સંગઠનોના આગેવાનો તેમજ સરકારના મંત્રીઓ માટે ગોલ્ડ અને પ્લેટેનિયમ ઈનવિટેશન કાર્ડ આપવાનું નક્કી થયુ છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આમંત્રણ કાર્ડ મોડામાં મોડા શનિવારથી તેમને પહોંચતા થઈ જશે. ટોચના અધિકારીએ જણાવ્યું કે ૧૩ જિલ્લાઓમાંથી સામૂહિક સ્તરે આવનારા નાગરીકો માટે કલેક્ટરોને જિલ્લા પ્રમાણે કલર કોડ મુજબ કાર્ડ મોકલાશે. જે ગોલ્ડ અને પ્લેટેનિયમથી અલગ છે.