ગુરુવારે બપોરે 7થી 8 યુવક તથા યુવતીઓનું ગ્રુપ વલ્લભ સદનની પાછળના ભાગે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફરવા માટે આવ્યું હતું. આ ગ્રુપમાંથી એક યુવતી વોકવેની પાસે આવેલી પાળી પર ચઢીને સેલ્ફી લેવા માટે પ્રયત્ન કર્યો હતો. અચાનક યુવતીએ બેલેન્સ ગુમાવતા તે નદીમાં પડી ગઈ હતી.
ધરા રામી નામની યુવતી નદીમાં પડી ગઈ હતી. તેની સાથ રહેલા યુવક અને યુવતીઓએ યુવતી પડી જવાથી બુમાબુમ કરી હતી અને લોકો પાસે મદદ માંગી હતી. આ ઘટનાની જાણ થતા નજીકમાં રહેલા બોટિંગ અને ફાયર સ્ટેશનનાં જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
યુવતીને બચાવીને તેને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ પણ કરવામાં આવી હતી.