બે દિવસ પહેલાં પોતાની પિસ્તલમાંથી ગોળી મારી આત્મહત્યા કરનારા અમદાવાદના પીએસઆઈ દેવેનદ્રસિંહ રાઠોડના પ્રકરણમાં તેમની પત્ની ડિમ્પલ મેદાને આવી છે. મીડિય સાથેની વાતચીતમાં ડિમ્પલ રાઠોડે ડીવાયએસપી પર સજાયીત સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતા અમદાવાદના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ડીમ્પલ રાઠોડે ડીવાયએસપી પર આરોપ મૂક્તાં કહ્યું કે પાછલા પંદર દિવસથી મારા પતિ(પીએસઆઈ દેવેન્દ્રિસંહ) પર ડીવાયએસપી દ્વારા સજાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ વાતને લઈ મારા પતિ સતત પોતાની જાતને ધુત્કારી રહ્યા હતા અને તેઓ માનસિક તાણમાં રહેતા હતા.
ડિમ્પલ રાઠોડે કહ્યું કે આત્મહત્યાનાં પંદર દિવસ પહેલાં તેમની આ હાલત જોઈને મેં તેમને બાળકોના સમ આપી પૂછ્યું હતું કે શા માટે તમે આટસી ગ્લાનિ અનુભવી રહ્યા છો તો તેમણે કહ્યું કે ડીવાયએસપી વારંવાર મારું અપમાન કરે છે અને મને સજાતીય સંબંધ બાંધવા દબાણ કે છે. ફોન કરીને પણ માનસિક રીતે હેરાન કરે છે. મારા પતિએ મને કહ્યું કે મારાથી આવું કેમ કરાય અને મારાથી આવું થતું નથી. ડીવાયએસપીની માંગણીને વશ થઈશ નહીં.
પીએસઆઈ દેવેન્દ્રસિંહનો પરિવાર આત્મહત્યાના દિવસથી જ ડીવાયએસપીની સામે ગુનો નોંધવા માટે માંગ કરી રહ્યો છે. પરિવારજનોએ મૃતદેહ લેવાનો પણ ઈન્કાર કર્યો હતો અને હોસ્પિટલ ખાતે ભારે હંગામો કર્યો હતો. પરિવારજનોની માંગ છે કે ડીવાયએસપી વિરુદ્વ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે અને તેને જેલમાં નાંખી દેવામાં આવે.
પત્ની ડિમ્પલના આક્ષેપોથી આખાય કેસને નવો વળાંક મળ્યો છે.હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.