ચૂંટણી પંચનું માનવું છે કે લોકસભાના ત્રીજા તબક્કામાં મતદાન માટે અમદાવાદ આવેલા વડાપ્રધાન મોદીએ આચાર સંહિતાનું કોઇ ઉલ્લંઘન કર્યું નથી. કોંગ્રેસે ચૂંટણઈ આયોગને પીએમ મોદીની ફરિયાદ કરી હતી. તેમનો આરોપ હતો કે પીએમ મોદીએ મત આપ્યા બાદ રોડ શો કરી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. કોંગ્રેસની ફરિયાદ અમદાવાદના ચૂંટણી પંચે રિપોર્ટમાં મોદીને ક્લિનચીટ આપી છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે વડાપ્રધાન મોદી મત આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. સૌથી પહેલા તેઓએ પોતાની માતા સાથે મુલાકાત કરી અને તેમના આશિર્વાદ લીધા. ત્યારબાદ તેઓ ખુલ્લી જીપમાં મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. મત આપ્યા બાદ થોડા ડગલા ચાલીને લોકોનું અભિવાદન કર્યું. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.