યુ ટ્યુબ ઉપર ફોલોઅર્સ વધારવા ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાની બીભત્સ ફેક પ્રોફાઈલ બનાવનાર પકડાયો
યુ ટ્યુબ ઉપર પોતાની ચેનલ પર ફોલોઅર્સ વધારવા એક મહિલાના ફોટા ઉપયોગ કરી તેના ૪ ફેક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ બનાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એક યુવાન ની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એક મહિલાએ તેમને ફરિયાદ આપી હતી કે કોઈ અજાણી વ્યક્તિ એ તેના ફોટાનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ahmedabad_18_model, feni_dave, divya_pti_model અને naaz_soni3415 જેવા ફેક પ્રોફાઈલ બનાવી તેમાં તે મહિલાના ફોટા ટેગ કર્યા હતા. પોલીસે તપાસ કરતાં અમદાવાદ ના નિકોલ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય હિતેશ બાલુ ભાઈ ભીમાણી ની ધરપકડ કરી છે. તેની પૂછપરછ માં તેણે પોલીસને જણાવ્યું કે તે યુ ટ્યુબ ઉપર રાધે સોલ્યુશન નામની ચેનલ ચલાવે છે. તેની ચેનલ ઉપર તેના ફોલોઅર્સ વધે અને વધુને વધુ શેયર અને લાઇક્સ મળે તે માટે તેણે આ ફેક પ્રોફાઈલ બનાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.