અમદાવાદની થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. ઘટના સ્થળે સાતથી વધુ ફાયર ફાઇટર પહોંચી ગયાં છે. ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે જવા રવાના થઇ ગઇ છે. આગની ઘટનાથી અફરાતફરી મચી ગઇ છે.
શૉટસર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓએ આગને કાબૂમાં લઇ દીધી છે. દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે સમર્પણ હોસ્પિટલ થલતેજના ભાઇકાકા વિસ્તારમાં આવેલી છે. આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો મોહાલ સર્જાયો હતો. પરંતુ આગને સમય રહેતાં કાબૂમાં લઇ લેવામાં આવી છે.