અમદાવાદ ના શાહપુર દરવાજા એક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી જેમાં ૪ ફાયરકર્મીઓ સહિત કુલ ૧૩ વ્યક્તિઓ જાણવા મળ્યું છે. આમાં એક ફાયરમેન ની હાલત ગંભીર હોવાનું પણ જણાવ્યું છે ઘાયલોને સારવાર માટે વી એસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડના સૂત્રો પ્રમાણે શાહપુર દરવાજા પાસે અમરાજી ધર્માંજીનું ડહેલુ આવેલું છે ત્યાં ગેસનો બાટલો લીક થયો હતો અને ફાયરબ્રિગેડ ને સાંજે સાડા પાંચ વાગે મેસેજ મળતા ફાયર બ્રિગેડને મેસેજ મળતાં ત્યાં પહોંચી ગયા હતા.
ફાયરમેનોએ લીકેજ ગેસ ના બાટલા ને લોકોથી દૂર રાખવા માટે એક ઠંડા બેરલમાં મૂકી દીધો હતો પરંતુ લીક થયેલો ગેસ બાજુમાં આવેલા બાલાજી મંદિર સુધી પહોંચ્યો હતો અને ત્યાં મંદીરના દિવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી અને ત્યાં ભેગા થયેલા લોકો તેના કારણે દાઝ્યા હતા જેમાં ૪ ફાયરકર્મીઓ સહિત કુલ ૧૩ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.