અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ તંત્ર દ્વારા પણ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા. આગની ઘટનામાં બે લોકો દાઝ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રવિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડી 9 વોર્ડમાં આગ લાગી હતી. જેના પગલે વોર્ડમાં રહેલાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ તોડધામ કરી હતી. સાથે જ તંત્રને પણ આગ અંગે જાણ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જે બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.